Header Ads Widget

Responsive Advertisement

ટૂંકો માર્ગ

6/recent/ticker-posts

શિક્ષણ બગીચા વિશે.


શિક્ષણ બગીચા વિશે જુદા જુદા લેખકોના મંતવ્ય જેઓ શિક્ષણ બગીચા સાથે જોડાયા છે. અને તેમનો કીમતી ફાળો આપી બ્લોગની શોભા વધારી રહ્યા છે.તેઓ દરેકનો શિક્ષણ બગીચો ખૂબ ખૂબ આભાર માને છે. 


🌺 શિક્ષણ બગીચો  🌺
           નમસ્કાર મિત્રો.
આપ સૌ જાણો છો કે ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ બી.એડના તાલીમાર્થી દ્વારા શિક્ષણ બગીચો નામનું એક બ્લોગ બનાવવામાં આવ્યું છે. આ બ્લોગ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આ બ્લોગમાં કોઈ પણ વ્યક્તિને તમામ પ્રકારની માહિતી એક જ જગ્યાએ થી સરળતાથી મળી રહે.
          બ્લોગનું નામ જ શિક્ષણ બગીચો છે. બગીચો એટલે બાગ એવી જગ્યા કે જ્યાં વિવિધ પ્રકારના ફૂલો, છોડોનો સમૂહ હોય છે અને સમગ્ર બાગ એ ફૂલોની સુવાસ થી સુગંધિત અને રંગબેરગી ફૂલો થી મઘમઘતો રહે છે. ત્યાંનું સમગ્ર વાતાવરણ અલગ રીતે ખીલી ઉઠે છે. એજ રીતે  આ બ્લોગ તો આપણો શિક્ષણનો બગીચો છે. આ બાગમાં પણ જ્ઞાન અને માહિતીથી સુશોભિત, સુવાસિત અને જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત રાખવાનો નમ્ર પ્રયાસ છે.
            આ બ્લોગમાં વિવિધ પ્રકારની માહિતી જેવી કે શિક્ષણ,ગણિત,વિજ્ઞાન ,ગુજરાતી,સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન,ધાર્મિક,અંગ્રેજી જેવી લગભગ બધી માહિતી સંગ્રહ કરવાનો પ્રયાસ છે.

 પ્રજ્ઞાપારમિતાની આરાધના કરીએ.
જ્ઞાનની મશાલ દરેક હાથમાં પ્રજ્વલિત કરીએ.
અજ્ઞાનનું તિમિર હરતું જસે.
અંતે પ્રગટશે યજ્ઞવેદીની જ્વાળા
સઘળું થશે જળા- હળા.
 
       આજ ઉદ્દેશ્ય સાથે શિક્ષણ બગીચાની ટીમ આ બ્લોગ પર કામ કરી રહી છે. માહિતી સર્જન અને માહિતી સંગ્રહનું આ એક વિચાર બીજ શિક્ષણ બગીચામાં રોપવામાં આવ્યું છે. મિત્રો આપણે સૌએ આ બીજને ખાતર અને પાણી આપીને સિંચન કરીને વિશાળ વટવૃક્ષ બનાવીને શિક્ષણ બગીચાને શોભાયમાન કરીએ.એવી જ આશા.
---  સુથાર નિરમા સી

જોડાયેલા રહો અમારી સાથે .

https://shikshanbagicho.blogpost.com//




આપણે આપણાં જીવનમાં જેમ ધણા બધા બગીચાઓ જોયા છે. જેવાકે ફળ,ફૂલનો બગીચો જ્યાં એક સાથે વિપુલ પ્રમાણમાં ફળ ફૂલ જોવા મળે છે. માણસને હળવા ફળવા માટેનો બગીચો જ્યાં માણસ આનંદ અનુભવે એ માટે ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તેવી જ રીતે અહી આ બ્લોગ " શિક્ષણનો બગીચો " પણ વિપુલ પ્રમાણમાં શિક્ષણનું ભાથું પૂરું પાડવાનો હેતુ રહેલો છે.



આજે અત્યાધુનિક સમય એટલે કે  ટેક્નોલૉજીના સમયમાં સૌ કોઈ પાસે ટેક્નોલૉજીકલ ઉપકરણો જોવા મળે છે. જેમકે ટીવી,રેડિયો, ટેબલેટ,કમ્પ્યુટર,મોબાઇલ વગેરે આ બધામાં એક હાથવગું સાધન હોય તો તે છે મોબાઇલ દરેક પ્રકારના લોકો આનો ઉપયોગ કરે છે, પોતાને કોઈ પણ પ્રશ્ન થાય તો એ પ્રશ્નનો જવાબ શોધવા માટે એ કોઈ પુસ્તક કે સાહિત્યનો ઉપયોગ કરશે નહીં અને આજના સ્વાભિમાની માણસો બીજાને પૂછશે પણ નહીં એટલે તેઓ પોતેજ એક સરળ માર્ગનો ઉપયોગ કરશે એટલે કે તે  મોબાઇલના ઉપયોગથી ગૂગલ,યુટ્યુબ,વેબસાઇટ,બ્લોગ વગેરે પરથી પોતાના જવાબો મેળવી લે છે. 
આમ આ બ્લોગ પણ નવા જમાનાની નવી પેઢીને ઘણું ઉપયોગી બનશે.
----  પટેલ આકાશ એમ
ફરી પધારજો
આભાર 
https://shikshanbagicho.blogpost.com//