Header Ads Widget

Responsive Advertisement

ટૂંકો માર્ગ

6/recent/ticker-posts

કોરોના વાયરસ વિશે

કોઇરના મહામારી સામે તાલીમાર્થીઓ દ્વારા વિડિયો બનાવમાં આવ્યો છે. જે જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

શ્રી એસ આર પટેલ બી એડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ વિડિયો જોવા અહી ક્લિક કરો.













 કોરોના વાયરસ મુખ્ય માહિતી
 કોરોનાનો જન્મ ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના વચ્ચે ચીન દેશના
વુહાન શહેરમાં ‌થયો છે.
તેના ઉદભવ અંગે બે મત પ્રવર્તે છે પરંતુ હજુ સુધી સાબિત નથી થયું કે
બે માંથી કયો મત સાચો છે.




પહેલો મત :- 
ચીન દેશમાં એક વુહાન નામનું શહેર આવેલ છે. જ્યાં એક બજાર આવેલ છે
એ બજારમાં  દરેક પ્રકારના મૃત અને
જીવતા પ્રાણીઓનું વેચાણ થાય છે. અને લોકો ખોરાક તરીક ગ્રહણ કરે છે.
આવા પ્રકારના બજારમાં પ્રાણીઓમાંનો
રોગ કે વાયરસ વ્યક્તિમા થવાનું જોખમ રહેલું છે કોવિડ૧૯ એ કયા પ્રાણી
માંથી થયો છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે તે
અંગે હજુ શોધી કોઈ વૈજ્ઞાનિક શોધ કે પુરાવા નથી. પરંતુ તેનું મુખ્ય કારણ
ચામાચીડિયું હોવાનું માનવામાં આવે છે.
આના કારણે ઇબોલા, એચ આઇ વી, અને હડકવા, સહિતના રોગો ઉદ્ભવવાનુ
  કારણ પણ બને છે.










બીજો મત :- 
આ મત બુજબ ચીનના વુહાન શહેરમાં આવેલી જૈવિક સંશોધન લેબોરેટી
માંથી સંશોધન દરમ્યાન
આ વાયરસ છટકી ગયો છે અથવા તો સ્વ રચિત છે જે જૈવિક હથિયારના
રૂપમાં બનાવવામાં આવ્યો છે.
પરંતુ એક મત એ પણ છે કે વૈજ્ઞાનિક દ્વારા આ વાયરસના આનુવંશિક કોડનો
અભ્યાસ કરતા જણાયું કે તે
ચામાચીડિયાં માંથી કોઈ અન્ય પ્રાણીમાં અને ત્યાર પછી
મનુષ્યમાં ફેલાયો છે. 




કોરોના એટલે શું ? :- 
કોરોના વાયરસ એ વાયરસનો પરિવાર છે જે પ્રાણીઓમાં રોગનું કારણ બને છે
કોરોના વાયરસ સાર્સ એટલે કે ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ
(SARS : severe acute respiratory syndrome)
સાથે નજીકથી સંબંધિત છે. સાર્સને કોવિડ-૧ થી પણ ઓળખવામાં આવે છે.
જે ૨૦૦૨ થી ૨૦૦૩માં વિશ્વભરમાં ૮૦૦૦ લોકોને ચેપ અને ૮૦૦
જેટલા લોકોના મૃત્યુ થયા હતા. 



બીજો કોરોના વાયરસ મર્સ એટલે કે મધ્ય પૂર્વ શ્વસન સિન્ડ્રોમ
(MERS :Middle East respiratory syndrome ) તરીકે
ઓળખવામાં આવ્યો.
જે ૨૦૧૨ માં તેનો પ્રથમ વખત ઉદભવ થયો ત્યારથી
છૂટા છવાયા કેસમાં જ જોવા મળ્યો
જેમાં લગભગ ૨૫૦૦ સંક્રમિત અને ૯૦૦ લોકોના મોત થયા હતા. 





કોવિડ - ૧૯ 
આ બે અન્ય કોરોના વાયરસથી અલગ છે કારણકે આ રોગનું વ્યાપક
વિસ્તાર છે
કારણકે ૮૦ ટકા જેટલા કેસોમાં માત્ર હળવા ચેપથી થઈ જાય છે કોઈને પણ
ઝડપથી સંક્રમિત કરી શકે છે. એવા ઘણા લોકો પણ હોઈ શકે છે
જે રોગને વહન કરે છે અને કોઈ લક્ષણ બતાવતા નથી તેથી તેને નિયંત્રણમાં રાખવું
પણ મુશ્કેલ છે અત્યાર સુધીમાં ૨૦ ટકા કેસોને ગંભીર રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે
અને સારી હોસ્પિટલ વાળા વિસ્તારોને ધ્યાનમાં રાખીને
જોઈએ તો તેનો મૃત્યુદર ૦.૭ થી ૩.૪ ટકાની વચ્ચે રહીને બદલાયા કરે છે . 

લક્ષણો :- 
પ્રારંભિક લક્ષણોમાં તાવ, શુષ્ક ઉધરસ, થાક અને અસ્વસ્થ
હોવાની સામાન્ય અનુભૂતિ સામેલ છે 
અન્ય લક્ષણોમાં :- સ્વાદ અને ગંધની ખોટ અને
પેટની સમસ્યાઓ રહેલી છે.
ગળામાં દુખાવો, ઝાડા થવા શ્વાસ લેવામાં તકલીફ, વૃદ્ધ લોકો
ઉચ્ચ બ્લડ પ્રેશર, હૃદય અને ફેફસાંની સમસ્યા, ડાયાબિટીસ
અથવા કેન્સર વગેરે બીમારી ધરાવતા લોકોને
આ રોગ થવાની સંભાવના વધુ છે.

સારવાર:-
અત્યાર સુધી આની કોઈ ચોક્કસ સારવાર નથી પરંતુ જો કે ડોક્ટરો ઇબોલા,
મેલેરિયા અને એચ આઇ વી જેવા રોગોની દવાને હાલના વપરાશ ઉપર પ્રયોગ કરી રહ્યા છે
પ્રારંભિક પરિણામો આશાસ્પદ લાગે છે. પરંતુ સંપૂર્ણ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ ન થાય
ત્યાં સુધી ડોક્ટરો ખાતરી કરી શકતા નથી કે દવાઓ અસરકારક છે.
તેમજ કોરોનાવાયરસ સામે રસી વિકસાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે.
પરંતુ તે આવતા એક વર્ષ લાગશે તેપહેલા તેની ઉપલબ્ધતા આ અંગે કોઇ સંભાવના નથી




કોરોનાવાયરસ કેવી રીતે ફેલાય છે:- 
શરદી અને ફ્લૂ જેમ આ વાઇરસ પણ ફેલાઈ છે. એટલે કે કોઈ એક વ્યક્તિને
શરદી હોય તો તેની સાથે થોડો સમય વીતાવતા તેનો ચેપ લાગવાની
સંભાવના રહેલી છે. તેવી જ રીતે કોરોનાવાયરસ જ્યારે કોઈ
વ્યક્તિ ખાંસી કરે છે અથવા છીંક આવે છે ત્યારે વાયરસનું ટીપું દ્વારા તે ફેલાઈ છે
અથવા ટીપું  અન્ય કોઈ સપાટી ઉપર પડે છે અને એવી સંક્રમિત ચેપગ્રસ્ત સપાટી
ઉપર કોઈ વ્યક્તિનો હાથ પડે અને હાથ દ્વારા કોઈ વ્યક્તિ નાક, આંખ કે મુખને
અડે તો આ વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે.





ઉપાયો અને સાવચેતી :- 
  • હાથ અને શ્વસન સ્વચ્છતા રાખવા અંગેનો અભ્યાસ કરવો
  • કેવી રીતે હાથ ધોવા યોગ્ય છે શ્વસનમાં કોઈ જીવાણું જાય નહીં તે માટે શું કરવું
  • તે અંગેની માહિતી મેળવવી.
  • માસ્ક પહેરવું
  • તમારી અને અન્ય લોકો વચ્ચે ઓછામાં ઓછું એક મીટર જેટલું અંતર જાળવો
  • જ્યારે ઉધરસ કે છીંક આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખો અથવા માસ્ક પહેરો
અથવા ડાબા હાથના કોણીની ઉપર વાળો ભાગ મો આગળ રાખવો. 
  • ગીચ સ્થળોએ જવાનું ટાળો કારણ કે તમો કોઈ કોવીડ૧૯  ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો.
  • આંખ નાક અને મોં ને સ્પર્શ કરવાનું ટાળો કારણકે સ્પર્શ કરવાથી વાઇરસ શરીરમાં પ્રવેશે છે.
  • બજાર જાવો અત્યારે માસ્ક પહેરીને જવું કોઈપણ વ્યક્તિથી દૂર રહેવું કોઈપણ સપાટીને અડવું નહીં.
ઘરે ફરી આવો ત્યારે માસ્કને આગળના ભાગને અડ્યા વિના કાઢી નાખો અને એનો નાશ કરો
. તેમજ સાબુ વડે 20 સેકન્ડ સુધી હાથને બરાબર ધોવો અથવા 75% આલ્કોહોલ
વાળું સેનીટાઇઝર હાથની આગળ પાછળ લગાવી દો.
  • જો તમને તાવ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તબીબી સહાય મેળવો શક્ય હોય તો
ટેલિફોન દ્વારા કોલ કરી સ્થાનિક આરોગ્ય અધિકારીની સૂચનાઓનું પાલન કરો
આરોગ્ય સંભાળ પ્રદાતા ઝડપથી તમને યોગ્ય આરોગ્ય સુવિધા પૂરી પાડશે,
તમારું રક્ષણ કરશે, વાઇરસ અને ચેપ ફેલાતો  રોકવામાં મદદ કરશે. 
  • તેમજ આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો જેમકે વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા
તમારા સ્થાનિક અને રાષ્ટ્રીય આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવતી
નવીનતમ માહિતીનો અભ્યાસ કરો.



રશી, દવા અથવા સારવાર :- 
કોરોનાવાયરસ માટે હજી કોઇ દવા કે રસી નથી અને કોઈ ચોક્કસ
એન્ટિવાયરલ દવાઓ નથી જોકે રસીઓ અને કેટલીક વિશિષ્ટ દવાઓની
શોધ હાલમાં ચાલી રહી છે ક્લિનિકલ ટ્રાયલ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે
W.H.O. કોવીડ-૧૯ને રોકવા અને તેની સારવાર માટે રસી અને દવાઓ
વિકસાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે સાથે વિવિધ દેશો પણ પોતાના
વૈજ્ઞાનિક ડોક્ટરોની મદદ લઇ સંશોધન કરી રહ્યા છે.
એન્ટીબાયોટિક્સ વાયરસ સામે કામ કરતું નથી તેઓ ફક્ત
બેક્ટેરિયાના ચેપ પર કામ કરે છે. કોવીડ-૧૯ વાઇરસથી થાય છે
તેથી એન્ટિબાયોટિક્સ કામ કરતા નથી.




સંદર્ભ :- 
 W.H.O